CNG કીટ લગાવ્યા પછી તમારી ગાડીમાં પણ આ પ્રોબ્લેમ તો નથી ને? ચેક કરાવજો, નહીં તો લાગી જશો ધંધે!
વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ સામે ખર્ચ બચાવવા લોકો પેટ્રોલ ગાડીમાં સીએનજી કીટ ફીટ કરાવતા હોય છે. શું તમે પણ ગાડીમાં સીએનજી કીટ ફિટ કરાવી છે? જોજો તમારી ગાડીમાં પણ ક્યાંક આવી તકલીફ તો નથી ને...
નવી દિલ્લીઃ પેટ્રોલના ભાવ આસમાને પહોંચી ગયા છે.....વધતા ભાવને પગલે લોકો CNG કાર તરફ વળ્યા છે....તો મોટા ભાગના લોકો CNG કારનો ઉપયોગ કરે છે....તમે CNG કારનો ઉપયોગ કરો છો, તો તમારે કેટલાક નિયમોનું ધ્યાન રાખવુ જરૂરી છે. આ નિયમોમાં CNG સિલિન્ડરના હાઇડ્રા ટેસ્ટ સંબંધિત નિયમો પણ સામેલ છે.
મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 52 મુજબ, દરેક CNG સંચાલિત વાહનની RC પર CNG ફ્યુઅલ મોડનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે. CNG સિલિન્ડરનું હાઈડ્રો ટેસ્ટ દર ત્રણ વર્ષે ફરજિયાત છે. જેથી CNG પર કાર્યરત તમામ વાહન માલિકોએ દર ત્રણ વર્ષે તેમના CNG સિલિન્ડરનું હાઇડ્રો-ટેસ્ટ કરાવવું જોઈએ.
CNG વાહન ચાલકોએ વાહન પર યોગ્ય જગ્યાએ અનુપાલન પ્લેટ લગાવવી જોઈએ અને ગેસ સિલિન્ડર નિયમો 2004 મુજબ માન્ય હાઈડ્રો ટેસ્ટ પ્રમાણપત્ર હોવું જોઈએ. દર ત્રણ વર્ષે CNG સિલિન્ડરનું હાઇડ્રો-ટેસ્ટિંગ કર્યા પછી આ ઉપલબ્ધ થાય છે. દરેક CNG સિલિન્ડર અને કમ્પ્લાયન્સ પ્લેટ પર છેલ્લા સિલિન્ડર ટેસ્ટની તારીખ લખેલી હોવી જરૂરી છે.
CNG સિલિન્ડરનો હાઈડ્રો ટેસ્ટ કેમ જરૂરી છે?
CNG સિલિન્ડર ઉપયોગ માટે યોગ્ય છે કે નહીં તે અંગેની હાઈડ્રો ટેસ્ટિંગ દ્વારા ખાતરી કરવામાં આવે છે...જો સિલિન્ડર હાઇડ્રો ટેસ્ટ પાસ કરતું નથી, તો તે ઉપયોગ માટે યોગ્ય નથી. આવા સીએનજી સિલિન્ડરનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તે ફાટવાનું જોખમ છે, જેથી કારમાં બેઠેલા લોકોના જીવ માટે જોખમમાં મુકાઈ શકે છે.